
આધુનિકતાની આ ભાગદોડમાં શુદ્ધ અને સાત્વિક જીવનશૈલી પડકાર બની છે. ચારેબાજુ થતી ભેળસેળ વચ્ચે શુદ્ધતાની શોધ કપરી છે. આવા સમયે અમે આપના માટે દાદાજી સિંગતેલ લઇને આવ્યા છીએ. દાદાજી સિંગતેલ અમારા માટે માત્ર એક બ્રાન્ડ નથી, પણ વર્ષોની પરંપરા, વિશ્વાસ અને શુદ્ધતાનું પ્રતીક છે. આ એ જ શુદ્ધતા છે, જે આપણા વડીલોએ વર્ષો સુધી જાળવી રાખી હતી.
અમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે, શહેરમાં વસતા લોકોને ગામડાનું સંપૂર્ણ શુદ્ધ, સાત્વિક અને ભેળસેળ વગરનું સિંગતેલ પૂરું પાડવું. આપણા વડીલો જે રીતે તંદુરસ્ત અને લાંબુ જીવતા, તેનું રહસ્ય ફરી એકવાર દરેક રસોડા સુધી પહોંચાડવું. આજે જ્યાં રિફાઈન્ડ તેલના નામે કેમિકલયુક્ત અને ભેળસેળવાળા તેલ મળે છે, ત્યાં અમે પ્રકૃતિની શુદ્ધતા અને પરંપરાના સ્વાદને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું છે.
સૌરાષ્ટ્રની પાણીયાળી ભૂમિ પર ખેડૂતોએ પરસેવો સિંચીને પકવેલી મગફળીનું તેલ અમે કોઇ પણ પ્રકારની ભેળસેળ વગર આપના રસોડા સુધી પહોંચાડીએ છીએ. આ એક પ્રેમ અને વિશ્વાસનો વ્યવસાય છે. એટલે જ અમારું સિંગતેલ તમારા ભોજનને ખાસ બનાવે છે, કારણ કે તેમાં છે મહેનત, નિષ્ઠા અને શુદ્ધતાની સોડમ.
આપણા દાદા-દાદી કહેતા, “જે ખાવ તે શુદ્ધ ખાવ…”, અને આ જ વિચારધારા પર અમે કામ કરીએ છીએ. દાદાજી સિંગતેલ માત્ર એક પ્રોડક્ટ નથી. એક અનુભવ છે, એક યાદ છે અને તમારા પરિવાર માટે શુદ્ધતાનું એક વચન છે. માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ,

અમારું ગૌરવ – અમારા ગ્રાહકો
Manoj Rangpariya

મારા મિત્રએ આ તેલ સજેસ્ટ કર્યું. હવે હું બીજા લોકોને સજેસ્ટ કરું છું. એકવાર ટ્રાય કરો, પછી તમે પણ બીજાને કહેશો!
Ketan Suhagiya

તેલ ખરેખર સારું છે. સ્વાદ અને સુગંધ એક નંબર.
Adv. Piyush Sutariya

મારા મમ્મીને બહુ ચિંતા થતી કે સારું તેલ નથી મળતું, પણ દાદાજી સિંગતેલ મળ્યા પછી એમને સંતોષ થયો.
Nikunj Satani (Patel)_Khadi Surat

અમે ઘણા વર્ષોથી દાદાજી સિંગતેલ જ ખાઇએ છીએ. અમારી નજર સામે અમે આ સિંગતેલ બનતા જોયું છે. દાદાજીનો કોઇ જવાબ નથી.
Chatur Ramani_Builder Surat








શરુઆતમાં થોડો ડાઉટ હતો, પણ એકવાર દાદાજી સિંગતેલ ટ્રાય કર્યું પછી હવે બીજું કોઇ તેલ ફાવતું નથી.